પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭૪
 

વાર્તાનું શાસ્ત્ર-૨ ૧૨-૩૦ થી ૩-૪૫ સુધી ચાલ્યો. થાક તો કોઈને લાગ્યો નહિ; ઊલટું જલસો વહેલો બંધ કરવામાં આવ્યો તેથી સાંભળનારો વર્ગ કંઈક નારાજ થયો. ૨૭૪ જલસામાં વાર્તાની અને કહેનારની વિવિધતા હતી. આવા જલસાથી કેવો લાભ થઈ શકે ? અથવા એમાં શું જોઈ શકાય છે? બાળકોની વાર્તા સાંભળવાની ભૂખ વહેલી ટાળવાનો કે ખૂબ વધારવાનો આ એક માર્ગ છે. તેમાં સાચો કયો હશે ? બાળકોને કહેલી વાર્તામાંથી કઈ ગમે છે, કઈ નથી ગમતી, વગેરે ઉપરથી લોકપ્રિય વાર્તાઓ કઈ તે પણ જાણી લેવાનું છે. સમૂહગત બાળકો પરત્વે અથવા વ્યક્તિગત બાળકો પરત્વે આવા જલસામાંથી ઘણું વિચારવાનું મળી શકે છે. ટૂંકમાં જે બધું વાર્તાકથન સમયે બાળક સંબંધે અવલોકવાનું છે ને તેમાંથી લાભ ઉઠાવવાનો છે, તે બધું અહીં પણ મળી શકે તેમ છે. વાર્તાઓ કઈ કહેવી અને કઈ ન કહેવી, કેવી રીતે કહેવી ને કેવી રીતે ન કહેવી, એ પ્રશ્નોનો નિકાલ તો થવો જ જોઈએ; પરંતુ બાળકો વાર્તાઓ પાછળ ગાંડાં બનતાં હોય તો તેનું શું કારણ છે તે તપાસી આવા જલસાઓની પરંપરા ચલાવવામાં હરકત હોય ? આપણે વાર્તાકથનના પક્ષમાં છીએ ને તેની સામે વાંધા પણ છે. આ પ્રશ્નો વિચારવા જેવા છે. પણ વાર્તાના જલસામાંથી બીજી બાબતો મળી આવે છે. આપણે વાર્તાનો જલસો શા માટે રાખવો ? એને બદલે 'લોકસાહિત્ય'નો જલસો રાખીએ તો ઠીક. એમાં લોકવાર્તા, લોકગીતો, દુહા, સોરઠા, ભજનો, વરત, ઉખાણાં, વગેરે આવે ને જલસો આખો દહાડો ચાલે. આ કરવા જેવું લાગે છે. બીજું, અત્યારે તો મોટાં કહે ને બાળકો વાર્તા સાંભળે છે;