પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૭૭
 

પાછળથી જાતે અનુભવે ત્યારે જ કથનની અદ્ભુત સફળતા થાય. ઈતિહાસકથનમાં આ સફળતા દેખાય છે. ૨૭૭ બાળકોની આ ઉંમરે ઐતિહાસિક વાર્તાઓ તેમનો સ્વાભાવિક ખોરાક છે. ખીલતી જતી સાહસિક વૃત્તિને ઈતિહાસની કથા પોષે છે, બહાદુરીનો પ્રાણ ભરે છે ને દેશાભિમાન તથા જાત્યાભિમાનનાં બીજો રોપે છે. આવેલું પરિણામ તપાસ કરતાં જણાયું છે કે લગભગ બધાં ય બાળકોને વાર્તાઓની ઘટના યાદ રહે છે; તેમને સ્થળો અને પાત્રોના સંબંધોનો પણ સારો એવો ખ્યાલ રહે છે. જે બધું આપણને ગોખી ગોખીને પણ ન આવડતું તે આપણાં બાળકોને સહેજે આવડે છે. હજી આ બાબતમાં ઘણું કરવાનું રહે છે.