પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૮૦
 

વાર્તાના ભંડારો પુસ્તકોની યાદી અપૂર્ણ છે. જે જે અનુભવી ભાઈઓ આ યાદીમાં યોગ્ય વધારો કરવા મદદ કરશે તેમની મદદ પ્રેમથી સ્વીકારવામાં આવશે. બીજી ભાષાઓનાં પુસ્તકોની યાદીનો વિચાર એક દિશારૂપે જ છે. અત્યારે તો એ યાદીઓમાં મીઠું જ છે. યાદીઓમાં મૂકેલાં પુસ્તકોનાં નામો જોઈ વાર્તા કહેનારને એમ જ લાગી જશે કે વાહ, આ તો વાર્તાનો મોટો ભંડાર ઉઘડયો ! આ હકીકત સાચી છે, પણ એનો લાભ એકદમ ઉઠાવી શકાય તેમ નથી. વાર્તાના ભંડારમાંથી ઉપયોગી વાર્તા બનાવી લેવાનું કામ જ મુશ્કેલ છે અને તેથી વાર્તાને કહેવા યોગ્ય બનાવી લેવાની કળા ઉપર વધારે ભાર મૂકવાની મને ખૂબ જરૂર લાગે છે. કેટલાંએક પુસ્તકોનાં નામો વાંચીને વાંચનારને છેક હસવું આવશે. તેમને લાગશે કે આવી વાર્તાઓને વળી કયાં ગણાવી ? યાદી બનાવવામાં મેં પક્ષપાત નથી કર્યો એમ મારે જણાવવું જોઈએ. જે વાર્તા સાધન તરીકે સારી લાગી છે તે મેં અવશ્ય મૂકી છે. 'સદેવંત સાવળિયા’ની અને 'ગજરામારું'ની વાર્તાઓને હું ખરાબ ગણતો નથી. એ વાર્તાઓને પણ સ્થાન છે. વાર્તાના શાસ્ત્રને અનુસરીને એમાં ઘટતા ફેરફારો કરી લેવાની આપણને પૂરી છૂટ છે. મોટે ભાગે મેં નવી અને જૂની બંને વાર્તાઓને સ્થાન આપ્યું છે; છતાં જૂની વાર્તાઓ મને વધારે ગમે છે કારણકે તેમાં સ્વાભાવિકતા વધારે છે, તેની સાદાઈ આકર્ષક છે અને તેનો ઉદ્દેશ આનંદ આપવાનો પ્રધાનપણે છે. કેટલીએક વાર્તાઓ મેં મૂકી છે ખરી પણ મને લાગે છે કે તે નિષ્ફળ જશે. તેમને પણ એકવાર તક આપવી એ મને ઠીક લાગ્યું છે. વાર્તાની યાદીનો વિચાર કરતાં મને લાગે છે કે આપણી ભાષામાં વાર્તાના સાચા સંગ્રહો ઘણા જ થોડા છે. સ્વ.કાંટાવાળ ૨૮૦