પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯
 

વાર્તાની પસંદગી સમાજોની, ભિન્ન ભિન્ન રુચિઓ અને આવશ્યકતાને લીધે વાર્તાઓના સમૂહો પણ ભિન્ન ભિન્ન બની રહ્યા છે, તેમ જ એક સમાજની ભિન્ન ભિન્ન વ્યક્તિઓની ભિન્ન ભિન્ન રુચિઓને લીધે પણ વાર્તાઓના સમૂહો ભિન્ન ભિન્ન બની રહેલ છે. એક જ સમાજમાં અનેકરંગી માણસો હોય છે. એક જ સમાજમાં માણસની પ્રાથમિક દશાની બુદ્ધિ, શક્તિ ને વૃત્તિ ધરાવવાવાળા મનુષ્યથી માંડીને માણસની ઉચ્ચ દશાની બુદ્ધિ, શક્તિ ને વૃત્તિ ધરાવવાવાળા મનુષ્ય સુધીની વ્યક્તિઓ આપણને મળી આવે છે. એક જ સમાજમાં ક્ષુદ્ર વૃત્તિના માણસથી માંડીને ઉચ્ચ વૃત્તિનો માણસ મળી આવે છે. આથી એક જ વાર્તાના પડમાં કે સમૂહમાં વિવિધતા જોવામાં આવે છે. આ વિવિધતા લોકરુચિનું પ્રતિબિંબ છે; આ વિવિધતામાં સમાજ આખાનું જીવન છે. આ બધી વાર્તાઓમાંથી કઈ વાર્તાઓ લેવી અને કઈ વાર્તાઓ ન લેવી એનો નિર્ણય કરવાનું કામ ઘણી કુશળતાથી કરવાનું છે. અહીં આપણે એક બાબતનો વિચાર કરવાનો છે. આપણે બાળકોને વાર્તાઓ કહેવા માગીએ છીએ પણ તે પ્રથમતઃ શુદ્ધ અને નિર્દોષ આનંદ આપવા માટે જ. બેશક, આપણો ઉદ્દેશ પ્રથમતઃ આટલો જ છે, છતાં વાર્તાઓ બાળકના જીવનને અનેક રીતે ઘડે છે એ વાત આપણા લક્ષ બહાર ન જોઈએ. વાર્તા શુદ્ધ આનંદ આપે છે તેથી જ તેનામાં બાળકના જીવનને ઘડવાની શક્તિ રહેલી છે. જે વસ્તુ સુંદર છે, મધુર છે, પ્રિય છે, તેની અસર આપણા ઉપર સ્વાભાવિક છે. સ્વતઃ સુંદર વાર્તાઓ આ રીતે આપણા ઉપર અનેક જાતની અસર જરૂર કરે છે. આમ છે તેથી જ નિર્દોષ આનંદ આપવાનું સાધન કોઈ રીતે અનિષ્ટ ન હોય તેનો વિચાર આપણે કરવો જ જોઈએ. વાર્તામાત્રથી આનંદ ૧૯