પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ શરીર, મન અને આત્માના ચાલ્યા ગયેલા બળને પાછું મેળવવા ઈચ્છીએ છીએ તો લગ્નજીવન, પરિણીત જીવન અને વરવહુના જીવનની વાતોથી બાળકોને અલગ રાખીએ. એવી જ રીતે આપણે ઠગાઈની વાતોને ધૂતકારી કાઢીએ. એક વખત ઠગાઈ બહાદુરી ગણાતી; એક વખત શિરજોરીથી લૂંટ કરવી (બહારવટું) એ બહાદુરી ગણાતી. આજનું આપણું માનસ ઠગાઈને બદલે નિર્બળતા માગે છે, બહારવટાને બદલે સુસંપ માગે છે; આ કારણથી આવી વાર્તાઓને આજે સ્થાન નથી. જો આપણું મન લડાઈઓથી કંટાળ્યું હોય તો લડાઈમાં હજારોનાં માથાં કાપીને જે બહાદુરોએ થોડીએક મામૂલી જમીનનો ટૂકડો હસ્તગત કર્યો હોય તેની વાતને અનીતિની વાર્તાઓની યાદીમાં મૂકી દઈએ. જો આપણે નીડરતાનો ગુણ કેળવવા માગતા હોઈએ અને ભયથી ન ડરતાં તેની સામે ઊભા રહેવા જેટલું વીર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈએ, તો ડરપોક વાણિયાની યુક્તિપ્રયુક્તિથી ભરેલી પ્રપંચપૂર્ણ વાતોય આપણે અનીતિની વાતોની હારમાં મૂકીએ. જો આપણે બૉલ્શેવિઝમ કે સોશિઍલિઝમના મતવાદી હોઈએ અને કોઈ પણ જાતની જરૂરિયાત કરતાં વધારે મિલકત રાખવામાં સામાજિક અત્યાચાર અને નૈતિક પાપ ગણતા હોઈએ તો આપણે મોટા રાજાઓની ધનદોલતનાં વખાણ ભરેલી કે કોઈ ધનાઢયની સંપત્તિની અઢળકતાની વાતોને પણ અનીતિની વાર્તાના ખાનામાં ખોસી મૂકીએ. કેવી વાતને અનીતિની ગણવી ને કેવીને ન ગણીવી એ વિચાર ઉપર વાર્તાનું નીતિપણું કે અનીતિપણું અવલંબે છે. પણ આજે આપણને જે અનિષ્ટ લાગે તે છોડી દઈએ તેમાં થોડીઘણી સલામતી રહેલી છે. છતાં આપણે જ નીતિ કે અનીતિનો નિર્ણય કરીએ એ એક ધૃષ્ટતા તો છે જ. બાળકોને ૨૮