પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૧
 

૩૧ વાર્તાની પસંદગી સમજી શકે છે. જીવો બિચારો બાપાજીથી બીતો બીતો છાનોમાનો જરા નાકે ચશ્મા ચડાવી નિર્દોષ ગમ્મત લેવા જાય છે ત્યાં તો દયાહીન, લાગણીશૂન્ય નીતિમીમાંસક તેની મજા તો કયાંથી લે, પણ તેનું હડહડતું અપમાન કરી, 'એ તો એ જ લાગનો છે’ એમ કહી તેના ઉપર છેડાઈ પડે છે ! પોતાની આસપાસની ચમત્કારભરી દુનિયાને જોવાને, તેમાં ફરવાને, તેની મજા લેવાને જ્યારે માખીના નાના બચ્ચાને સ્વાભાવિક મરજી થાય છે ત્યારે તેની મા તેને ડાહ્યાં ડાહ્યાં વાકયો કહી સમજાવે છે : 'જો બાપુ ! પણે ઉનામણો ઊકળે છે ત્યાં ન જઈશ, નહિ તો મરી જઈશ. પણ આ શિખામણ પેલા નવચેતન આગળ કેટલી વાર ટકી શકે ? મા ફરવા જાય ત્યારે પાછળથી બચ્ચું નવા પ્રયોગ કરવા નવી દુનિયામાં નીકળી પડે એમાં અનીતિભર્યું કે અસાધારણ કશું જ નથી. બચ્ચાની વૃત્તિ માની આજ્ઞાનો અનાદર કરવાની નથી, પણ માની આજ્ઞા કરતાં તેની સહજ વૃત્તિ તેને વધારે ખેંચે છે. બચ્ચું ઊડતું ઊડતું ઉનામણા પાસે આવે છે ને એ બિચારું પેલી ધગધગતી વરાળમાં પડીને રામશરણને પામે છે. કોઈને નાજુક નવલા બચ્ચાની દયા નથી આવતી; કોઈને એમ નથી થતું કે 'અરેરે ! એ બિચારું આ દુનિયાનો નવો પરિમલ લે છે ત્યાં તો કુદરતના ક્રૂર કાનૂનથી લુપ્ત થઈ ગયું !’’ પણ નીતિશિક્ષણના ઘમંડમાં માણસ લાગણીશૂન્ય થઈ ગયો છે; તે તો મરનાર બચ્ચાની કબર ઉ૫૨ શોકાશ્રુ સારવાને બદલે માને નહિ માબાપનું, તેના તો આ હાલ’’ એવી ક્રૂર લીટી તેની કબર ઉપર કાળા હાથે લખે છે. જે બચ્ચાંઓ કે માખીઓ માબાપનું નથી માનતાં તે બધાં શું આ પ્રમાણે મરે છે ? અથવા આવી હવામાં ચૂકથી ઊડવા આવતા મરી જતી