પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૩૫
 

વાર્તાની પસંદગી વળી, વારે વારે રોવાથી તેના નાકમાંથી લીંટ ચાલ્યું જતું અને મોઢામાંથી લાળ પડતી હતી; તથા બહુ રડે ત્યારે શ્વાસ ભરાઈ આવે તેથી ગભરાઈ જાય અને ખોં ખોં કરે, તેથી તો કોઈને ગમે નહિ એવી અળખામણી અને ભૂતડી જેવી લાગતી હતી. આ બધી ખરાબી તે બહુ રોયા કરે તેને લીધે જ થતી હતી. હસમુખી આનંદી એ જ રોતીસૂરત છોકરીની બીજી મોટી બેન હતી. તેનું નામ આનંદી હતું. તે આઠ વર્ષની ઉમરની હતી અને વહાલી કરતાં જરા શામળી હતી તોપણ તે વહાલી કરતાં વધારે શોભતી કારણ કે તે આનંદી તે ખરેખર આનંદી જ હતી. તે ખાસ કારણ વિના કદી પણ રોતી નહિ. રમતમાં કોઈ વખતે કદી કાંઈ વાગી જાય તોપણ તે રોતી નહિ. કોઈ મૂરખ માણસ કદી તેને ચીડવે તોપણ તે રોતી નહિ. કોઈ બેનપણી રમૂજમાં ટપલો મારી લે, વાળ ઓળવાની તેની કાંસકી છુપાવી દે કે તેની પેન્સિલની અણી ભાંગી નાંખે તોપણ તે રોતી નહિ. વખતે બેચાર દિવસ પોતાની માંથી જુદું પડવું પડે અને ઘરમાં બીજાઓની સાથે રહેવું પડે તોપણ તે રોતી નહિ. ૩૫ બે બહેનોની સરખામણી વહાલીને તેની મા નવડાવે ત્યારે તે રોતી હતી, પણ આનંદી તો પોતાની ખુશીથી હંમેશાં શરીરને ચોળી-મસળીને નાતી હતી. વહાલીની મા વહાલીનું માથું ઓળે ત્યારે તે રોતી અને માથું ઓળવા દેતી નહિ, તેથી વહાલીના માથામાં જૂ ભરેલી રહેતી, અને જૂ કરડે એટલે માથું ખંજવાળ્યા કરતી તેથી તે બહુ ખરાબ દેખાતી હતી; પણ આનંદી તો હંમેશાં પોતાને હાથે પોતાનું માથું ઓળતી, તેથી તેના વાળ બહુ સફાઈદાર રહેતા