પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ મારી સ્મશાનની રાખ ઉપર ચાલીને બીતા નથી એવું સાબિત કરવા લાગ્યા. પણ તેથી નાનપણમાં મગજ ઉપર ચડી બેઠેલી બીક છેક ગઈ નહિ. જુવાનીમાં માણસ ઓછામાં ઓછો બીકણ રહે છે; આનું કારણ બુદ્ધિવિકાસ અને સાહસિક વૃત્તિ છે. પણ જ્યારે પાછું વૃદ્ધત્વ આવે છે, જ્યારે બુદ્ધિશક્તિ ક્ષીણ થવા લાગે છે ને જ્યારે સાહસિક વૃત્તિને બદલે ભીરુતા અને વૈશ્યવૃત્તિ ઉદ્ભવે છે ત્યારે મનુષ્ય પુનઃ ભયનો ભોગ થઈ પડે છે. ત્યારે નાનપણમાં ભયથી જે માનસિક નિર્બળતાએ બાળકમાં ઘર કર્યું હતું તે ફરી વાર દેખાવ દે છે, ને જાણે બાળક હોય તેમ વૃદ્ધ બીવા લાગે છે. આ હકીકતોનો અનુભવ વૃદ્ધોના પરિચયથી ને તેમની માનસિક સ્થિતિથી જાણી શકાય છે. કેટલાએક વૃદ્ધો આ બાબતના અપવાદો હોય છે એ વાત મારા કથનની સાબિતીરૂપે છે. ૪૨ એક તો બાળકમાં ભયની વૃત્તિ સ્વાભાવિક રીતે છે એમ માનસશાસ્ત્રનું માનવું છે. ભૂતપ્રેતથી અને એવી બીજી ભય ઉત્પન્ન કરે તેવી વાતો કહીને, તેમ જ એવી વસ્તુથી અને શિક્ષાર્થી બાળકને ડરાવીને માબાપો બાળકમાં ભીરુતાને પોષે છે. તેની વૃદ્ધિ કરે છે ને દૃઢ કરે છે. આ ક્રિયાઓમાં શાળાઓ મદદગાર ન થાય. પરંતુ તેથી ઊલટું એ ક્રિયાઓનો વિરોધ કરે તે ખાસ ઈચ્છવા જેવું છે. માટે જ શાળામાં તો ભૂપ્રેતાદિની વાર્તાઓ કદી ન જ કહેવાવી જોઈએ, ને સમજુ માબાપોએ પોતાના બાળકોને આવી વાર્તાઓ સાંભળવામાંથી બચાવવાં જોઈએ. ડરવાની વૃત્તિનો આપણાં બાળકોમાંથી સર્વથા નાશ થવો જોઈએ. એમાં ય જે વસ્તુથી ડરવા જેવું કશું નથી, તે વસ્તુથી તો બાળકો કદી ન ડરે તેવો પ્રબંધ કરવો જોઈએ. સિંહથી ડરવું પડે