પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૫૮
 

૫૮ "માળીએ મને ફૂલ આપ્યા; ફૂલ મેં મહાદેવને ચડાવ્યાં.” વાર્તાનું શાસ્ત્ર-૧ ત્યાંથી વાર્તા શરૂ કરીને – "કાળીયો કૂતરો આવીને ખાઈ ગયો !” ત્યાં પૂરી કરીને તે વાર્તા વારંવાર કહેવી પડતી. એક બાળકને બુદ્ધ ભગવાનના પૂર્વજન્મની લગભગ પોણોસો વાર્તા કહેલી. પરંતુ તેને જે અત્યંત ગમી ગયેલ તે તો 'બુદ્ધ પૂર્વજન્મમાં કૂતરો' એ વાર્તા હતી. તે તેણે મારી પાસે કેટલીયે વાર કહેવડાવેલી. એ વાર્તામાં આવતો બુદ્ધકૂતરો રોફથી આમ આમ ચાલીને કચેરીમાં ગયો ને રાજાને ઉપદેશ દેવા લાગ્યો, એ ભાગ એને એટલો બધો ગમી ગયેલો કે તેટલા ખાતર જ તેણે એ વાર્તા કેટલી યે વાર સાંભળેલી. હું એ વાર્તા કહેતાં થાકેલો પણ એ રસિયો એને સાંભળતાં થાકેલ નહિ ! આવી જાતના માનસનો આપણને નાટકશાળામાં અને સિનેમામાં પરિચય થાય છે. કેટલાએક એવા શોખીન પડેલા છે કે જેઓ માત્ર એકાદ જ ગાયન સાંભળવા કે એકાદ જ નાચ જેવા કે એકાદ જ ટેબલો જોવા નાટક કે સિનેમામાં પૈસા ખર્ચે છે, ને જ્યારે પોતાને ગમતું આવી જાય છે ત્યારે નાટકશાળા કે સિનેમા છોડી ચાલતા થાય છે. એ કહે છે : "બસ ! આટલા જ માટે પૈસા કુરબાન છે.” બાળક આવી જ રીતે એકાદ આનંદનો અનુભવ ફરી ફરી વાર અનુભવવા વાર્તા ઉપર કુરબાન રહે છે. એક છોકરી હતી. એને વાર્તા સાંભળવી ન ગમતી. સ્વભાવથી એ છોકરી સાહિત્યપ્રિય ન નીકળી, પણ કલાપ્રિય નીકળી. પણ વાર્તા કહેતાં એને એક વાર્તા બહુ ગમી ગઈ. એવી ગમી ગઈ કે તે સાંભળતાં તે થાકે જ નહિ. એ વાર્તા શંકર જ્યારે