પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૫
 

વાર્તાઓનો ક્રમ સંભવ છે. પણ કારણોનો પ્રદેશ મર્યાદિત હોઈ શકે નહિ, કારણ કે મનુષ્યના મનનો પ્રદેશ અમર્યાદિત છે. છતાં, જો બાળક વાર્તા સાંભળે તો સમજવું કે તેને કંઈ ને કંઈ જરૂરિયાત છે કે જેથી તે સાંભળે છે. આપણે તેની જરૂરિયાત પૂરી પાડવી જોઈએ એ વિચાર આપણી પાસેથી ખસવો ન જોઈએ. ૬૫ હવે આપણે ત્રીજી શ્રેણીનો વિચાર કરીએ. અંગ્રેજ લેખકો આ શ્રેણીને શૂરપ્રધાન (heroic period) સમય કહે છે. આપણે ત્યાં વાર્તાની શ્રેણીઓ ગોઠવવાનો શાસ્ત્રીય પ્રયોગ હજી સુધી થયો જ નથી, અને તેથી આપણને શ્રેણી ગોઠવવાનું કામ મુશ્કેલીભર્યું લાગે છે. ભવિષ્યમાં વાર્તાકથન માટે શ્રેણીઓ બરાબર ગોઠવાય અને બાળકોને જે વખતે જે યોગ્ય વાર્તાઓ કહેવી જોઈએ તે જ વખતે તે યોગ્ય વાર્તાઓ કહેવામાં સગવડ મળે એટલા માટે એ સંબંધે થોડેઘણો પણ વિચાર કરવાની શરૂઆત આવશ્યક છે. શ્રેણીનો વિચાર તો જરૂર કરવો જોઈએ. ગમે તે વાત ગમે તે બાળકને ગમે તે ઉંમરે આપણે કહી શકીએ જ નહિ; અને બાળકને તેના કથનમાં રસ આવે પણ નહિ, તેમ જ વાર્તાનો તેઓ બરાબર લાભ ઉઠાવી શકે પણ નહિ. એકવાર વાર્તા કહેવામાં અત્યંત કુશળ ગઢવીને કેટલાક છોકરાઓને વાર્તા કહેવા માટે ખાસ બોલાવામાં આવ્યા હતા. ગઢવીની વાર્તા સાંભળવા માટે સૌ ઉત્સુક હતા. ગઢવી એવી તો સરસ વાર્તા કહેશે કે કોણ જાણે કેવો ય રસ જામશે એમ સૌ ધારતા હતા. ગઢવીએ વાર્તા શરૂ કરી; વાર્તા આગળ ચાલી પણ ૨સ જામે નહિ. ગઢવી ઘણી જ સુંદર લોકભાષામાં દુહા-સોરઠાનો પ્રયોગ કરતા જાય, હાવભાવ દેખાડતા જાય ને વાર્તાને રસિક બનાવવા પોતાનાં બધાંય હથિયારો વાપરતા જાય. પણ