પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૬૯
 

વાર્તાઓનો ક્રમ fe બાઈના શબ્દોમાં મારા વિચારો જણાવી આ શ્રેણીનો વિચાર પૂર્ણ કરું છું. કેથર લખે છે :- "They (grown-up children) want to live through nights of danger and days of daring, and since authority (of parents and teachers) hovers argus-eyed about them, ready to swoop down upon every lad who would go pirating of path finding, the nearest approach to the expe- rience consists in listening to and in reading tales of adventure." બાળક કુમાર મટીને યુવાન થાય છે એ અવસ્થા મનુષ્યના જીવનમાં અતિ મહત્ત્વની અવસ્થા છે. યુવાવસ્થામાં મનુષ્ય ઉપર જે છાપ પડે છે - જીવનવિષયક તેના જે આદર્શો ઘડાય છે, તે છાપ-તે આદર્શો આખી જિંદગી સુધી ભૂંસાતા નથી. મનુષ્યની આ અવસ્થા અતિ ચંચલ અવસ્થા ગણાય છે. આ અવસ્થાને જે મનુષ્ય કાબૂમાં રાખીને પોતાની જિંદગીનું નાવડું જેતે ખડક સાથે ભટકવા દીધા વિના સીધેસીધું મહાસાગર ઉ૫ર લઈ જઈ શકે છે, તે મનુષ્ય જીતે છે એમ આપણે માનીએ છીએ, ને એવો આપણો અનુભવ છે. શું સહવાસ કે શું વાંચન, શું ગીતશ્રવણ કે શું વાર્તાશ્રવણ, શું નાટકદર્શન કે શું ભવાઈદર્શન, આ અવસ્થામાં મનુષ્યના જીવનને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ અવસ્થા એટલે ઈન્દ્રિયો અને મનના વેગના પ્રબળ પૂરની અવસ્થા. આ અવસ્થામાં બાળકને પ્રબળપણે અને સ્પષ્ટપણે પોતાની જાતિનું ભાન થાય છે. પોતે પુરુષજાતિ છે અથવા સ્ત્રીજાતિ છે એ વાત તેના મગજમાં સ્પષ્ટપણે આવિર્ભાવને પામે છે. આ