પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૧
 

વાર્તાઓનો ક્રમ આટલા જ માટે યુવાવસ્થામાં આપણે યુવકોને કેવી વાર્તા કહેવી એનો વિચાર આ પ્રકરણમાં કરવાની જરૂર છે. શૂરવીરને શૂરાઓની વાર્તાઓ ગમે તો પ્રેમી હૃદયને પ્રેમની વાર્તાઓ ગમે એ સ્વાભાવિક છે. અનુભવ પણ આ જ વાતની સાક્ષી પૂરે છે. પણ આ વાર્તાઓ કેવી હોવી જોઈએ ? ખાસ કરીને પ્રેમકથાઓની ખોટ તો કોઈ પણ સાહિત્યમાં નથી જ પડતી. પણ પ્રેમકથાઓ અને પ્રેમકથાઓમાં તફાવત છે. સદેવંત સાવળીંગાની પ્રેમકથા આપણા સામે ઉચ્ચ જીવનનો ઉચ્ચ આદર્શ ઓછો રજૂ કરે છે. તો હલામણ જેઠવાની વાર્તા આપણા જીવન ઉપર રાજ્ય ભોગવવા લાયક છે. સીતા, જસમા ને રાણકદેવી પ્રેમજીવનમાં એક નવો આદર્શ રચે છે ત્યારે તારામતી, દયમંતી, ને દ્રોપદી, એ જ જીવનમાં એક એવો જ નવીન અને અપૂર્વ આદર્શ ધરે છે. પ્રેમના ઉચ્ચ આદર્શમાં રામ, મજનૂ, વિજાણંદ ઓછા પૂજનીય નથી. પણ પ્રેમઘેલાં પેમલા અને પેમલીઓના પ્રેમે આપણું કેટલું બગાડયું છે તેની આપણને કયાં ખબર નથી ? પરિણીત સ્ત્રી પાછળ પ્રેમને નામે ભટકવાનો પાપી આદર્શ રજૂ કરનારી કેટલી યે નવલકથાઓએ આપણા જુવાનોની અત્યારની જિંદગી ઘડેલી છે તે આપણા ખ્યાલ બહાર નથી જ. આથી જ આપણે વાર્તાઓ અને વાર્તાઓમાં તફાવત કરવો ઘટે છે. ૭૧ પ્રેમકથાઓ તો આપણે યુવાવસ્થામાંથી પસાર થતાં બાળકોને કહેવી જ જોઈએ; પણ તે પેલા ગઢવીએ કહેલ પ્રેમકથા જેવી તો નહિ જ. પ્રેમકથા એટલે પુરુષો અને સ્ત્રીઓ જેમાં પાત્રો આવે તે કથાઓ એવો અર્થ નથી; પતિ અને પત્નીની વાતો જેમાં આવે તે જ પ્રેમકથાઓ એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. જેમાં પ્રેમની કથા હોય તે પ્રેમકથા એ વ્યાખ્યા સહેલી અને સાદી છે.