પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૬
 

પ્રકરણ ચોથું વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી ? લોકસાહિત્યના ભંડારમાં વાર્તાઓનો તોટો નથી; અને તે બધીય વાર્તાઓ સુંદર અને સ્વાભાવિક છે. છતાં તે બધીય વાર્તાઓ વાર્તાકથનના કાર્ય માટે જેવા સ્વરૂપમાં આપણે માગીએ છીએ તેવા સ્વરૂપમાં આજે નથી. એકવાર જેવા સ્વરૂપમાં લોકોને વાર્તા ગમતી હતી, તેમને જોઈતી હતી અને તેમના માનને પાત્ર હતી, તેવા જ સ્વરૂપમાં રહેલી વાર્તાઓ આજે પણ આપણને ગમે અને આપણા માનને પામે, એમ માની લેવાની ભૂલ આપણે ન જ કરીએ. વાર્તાના મૂળ પ્રમાણે આંચ ન આવે એવી રીતે વાર્તાની ભાષામાં, રચનામાં અને વસ્તુમાં પ્રગતિના વહેવા સાથે ફેરફારો થયા જ કરે છે. એ ફેરફારોને લીધે જ વાર્તાઓ જૂની છતાં નવા જમાનાઓ સાથે ચાલતી આવેલી છે, અને એવા જ યોગ્ય ફેરફારો થયા કરશે એટલે ભાવિ જમાનાઓ સાથે વર્તમાન વાર્તાઓ ભવિષ્યકાળમાં પેસશે. આજે આપણે આપણી સમક્ષ પડેલી વાર્તાઓ ઉપર નજર નાખીએ તો તેમાં આપણને આપણા કાર્ય માટે કેટલાએક ફેરફારો