પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૭૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ નવા યુગને તે ઝીલતી નથી, નવા જીવનનો તેમાં સ્વાભાવિક ઓળો પડતો નથી. ૭૮ વળી જે વાર્તાઓ વહેતી નદીઓ જેવી છે, તે વાર્તાઓના કિનારા એટલા બધા પુરાણા થઈ ગયા છે કે તે પરથી ધૂળ ને રેતી પડી પડીને વાર્તાના અસ્ખલિત પ્રવાહને અનેક ઠેકાણે સ્ખલનયુક્ત કરેલ છે. વળી એ વાર્તાઓના પ્રવાહો હરહંમેશ સામાજિક રુચિના અંકુશ તળે વહેતા હોવાથી જ્યાં જ્યાં સામાજિક રુચિ પ્રાકૃત કે સ્થૂળ થઈ ગયેલ છે ત્યાં ત્યાં પ્રવાહો પ્રાકૃતપણાને પામેલા છે; જ્યાં જ્યાં સમાજરુચિ ઉપર જડતાનાં પડો બંધાઈ ગયાં છે ત્યાં ત્યાં વાર્તાની નદીમાં કાંઈક ઊંડા ખાડા પડી ગયા છે તો કયાંઈક મોટા ટેકરા થઈ પડયા છે. આવી જ રીતે જૂની રુચિને દાખવતા વાર્તાના સરોવરમાં પણ લાંબે વખતે ઝાડપાનના કચરાથી અને નકામા છોડોના ઊગી જવાથી તેની નિર્મળતા ઓછી થઈ છે, અને તેથી તેની મૂળ રુચિ મિલન બનેલી છે. આવે વખતે બાળકોને સંભળાવવા યોગ્ય વાર્તાઓને પસંદ કરી તેમને કહેવા યોગ્ય બનાવી લેવાની ખાસ જરૂર પડે છે. બાળવયને પોષે, બાળવિકાસને સહાયરૂપ થાય એવી વાર્તાઓપ્રથમ તો આપણે શોધી કાઢવાની છે, ને ત્યાર પછી આપણે તેમને કહેવા યોગ્ય બનાવવાની છે. જે વાર્તાઓ કથનશ્રવણ માટે જ ચાલતી આવેલી છે તે વાર્તાઓને કહેવા યોગ્ય બનાવવાનું કામ કંઈક સહેલું છે. એવી વાર્તાઓમાં રચનાનો દોષ ઓછામાં ઓછો હોય છે. એવી વાર્તાઓમાં લોકભાષા-ખાસ કરીને મોઢેથી બોલતી ભાષાનું પ્રમાણ વધારે હોય છે ને એમાં જ એની સુંદરતા રહેલી છે. હરહંમેશ તે વાર્તાઓ કહેવા સાંભળવાની ક્રિયામાંથી પસાર થતી હોવાથી તેમાં સ્વાભાવિકતા, સાદાઈ, એકગતિ અને સીધું વહન