પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૨
વસુંધરાના વહાલાં-દવલાં
 


તેજુનું મૌન તો તૂટ્યું નહિ. પણ કાઠિયાવાડી બોલીએ એના દિલના દોર આ બોલનાર સાથે સાંધ્યા.

" અમરચંદ બાપો ગ્યા, તો કામેશર કાકો જડી રયો. કામશેર કાકાને જેલ મળી તો શિવલો ગોર ક્યાં નો'તો ? "

અમરચંદ બાપા અને કામેશર કાકાનાં નામ તેજુના કાન પર કોઈ ઊંડા ઓરીઆની ભેખડ ફસકી હોય એવી રીતે ધસી પડ્યાં.

" ક્યાંથી આવો છો, બેન ? " એણે અજાણી ઓરતને પૂછ્યું.

" જેલમંથી. ફુલેસને નો ભાળ્યા ? " ઓરતના એ જવાબમાં ખુમારી હતી.

" જાવું છે ક્યાં ? "

" ઘરે. ત્રણ વરસ વીતી ગયાં. હવે તો મારી ઢેફલી અવડી અવડી થઈ ગઈ હશે. " એમ કેહેતે કહેતે બાઈએ જમીનથી ત્રણ ફૂટ ઊંચે હાથ બતાવ્યા. ગામડિયા પોતાના ખેતરના પાકની અને પેટનાં સંતાનોની ઊંચાઈ આ એક રીતે બતાવે છે.

" જેલમાં કેમ જાવું પડ્યું'તું ? "

" પેલી વાર તો નો'તું જાવું પડ્યું. બીજી વાર છતી થઈ. કોઈનું કસ્યુંય લીધું નથી. કોઈ કરતાં કોઈની વાલની વાળીય ઉપાડી નથી. કાંઈ એબવાળું કામ કર્યું નથી. કોઈ આબરૂદાર માણસનું નામ શીદ લેવું ! પણ મને રિયા'તા મહિના ફુલેસે ભીંસ કરી. મારા બાપે ફોજદારને તરબૂચ નોતાં દીધાં ઈ વાતની ફોજદારે ખટક રાખેલી. મને કહે કે રાંડ, તારા બાપનું જ ઓધાન રિયું છે એમ નામ લે. બાપનું નામ કાંઈ લેવાય છે, બાઈ ? જીભ જ કટકા થઈ જાયને. પણ શો ઉપાય ? પેટમાં છોરું, પુરા મહિના, ને મારે ચોટલે દોરડું બાંધીને ફુલેસે મને ઘડૉ સીંચે એમ સીંચી, એટલે ઝીંક નો ઝલાણી. બાપને કહ્યું , ભાભા, તું મલક મેલી દે, મારે તારું નામ મોંધાવ્યે જ આરોવારો છે. પણ બાપ મલક મેલી ન શક્યો, ગળાફાંસો ખાઈ મૂવો, ને પછી હું મોકળી થઈ. છોરુ જણવાનો સમય થયો, પણ પડખેય કોણ ઢૂંકે ? સૌને લાજ આબરૂ વાલાં. મેં વગડે