પૃષ્ઠ:Venina Ful.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




વેણીનાં ફૂલ

[ ઢાળ - મારે ઘેરે આવજો માવા, ઉનાં ઉનાં ઢેબરાં ખાવા.]

🙖


મારે ઘેર આવજે બેની !
નાની તારી ગૂંથવા વેણી.

આપણા દેશમાં નીર ખૂટ્યાં ને
સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બેનડી ! તારા
શોભતા નો’તા વાળ – મારે૦

બાગબગીચાના રોપ નથી બેની
ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની
મારે માથે મ્હેર – મારે૦