પૃષ્ઠ:Veranman.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
વેરાનમાં
 


“જહાંપનાહ, શાહનામામાંથી : ફીરદૌસીની રચેલી.”

×

સુલતાનના દિલપર ઊંડી અસર પડી. એણે કવિ પ્રત્યેના દુર્વર્તાવને પશ્ચાત્તાપ ગુજાર્યો. ને પછી જ્યારે સુલતાનની એ ક્ષમાપનાનો સંદેશો તેમજ સાઠ હજાર સોનૈયાની સોગાદ કવિના વતનને એક દરવાજે દાખલતી થતી તી, ત્યારે બીજે દરવાજેથી કવિને જનાજો કબ્રસ્તાન તરફ ચાલ્યો જતો હતો.

એ સાઠ હજાર સોનૈયા ન કવિને પહોંચ્યા કે ન કવિની પુત્રીએ એનો સ્વીકાર કરવા જેટલી તુચ્છતા બતાવી. આખરે સુલતાને એ દ્રવ્ય કવિના જીવનની એક આખરી આકાંક્ષાને પૂરી કરવામાં ખરચ્યું.

કવિની જન્મભોમની સીમમાં એક સરાઈ અને એક સેતુબંધ બંધાવ્યાં.