પૃષ્ઠ:Vevishal.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કારણ કે ચંપક શેઠના હાથ ધ્રૂજતા હતા. ને ખુશાલ કહ્યે જતો હતો: "ગભરાવ મા, મારા શેઠિયા; ઠાલા ગભરાઈ જાવ મા !"

દસ્તાવેજો બહર નીકળ્યા ત્યારે ખુશાલે કહ્યું : "આપને હાથે ફાડી નાખો શેઠિયા, નીકર આ જમાઈરાજના હાથે ફડાવો."

બેઉ કાગળ રદ કરાવીને પછી એણે બેઉના સામે હાથ જોડ્યા : "માફ કરજો, શેઠિયા ! હું ય મહાત્મા ગાંધીના પંથમાં થોડો થોડો ભળ્યો છું, પણ મારા હાથના પંજા હજી બહાર ને બહાર જ રહ્યા છે - નીકર હું આટલીય હિંસા કરું કદી ? કદાપિ ન કરું ! મને તો એ મૂળ ગમતી જ નથી. ટંટાનો તો હુંયે કાયર છું - પૂછી જોજો આંહીંના પોલીસખાતાને. પણ આ તો શું કરું ? તમે, શેઠિયા, બોલ્યું ફરી ગયા ! તમે ઉદ્ધતાઈ કરી. તમે ટેલિફોન પકડવા દોડ્યા. ઘરની તકરારમાં પોલીસને બોલાવાય ? કાંઈ ખૂન થોડું જ કરવું'તું ! માફ કરજો, શેઠિયા. તમારા ઘરની ધૂળ પણ લઈ જવી મારે હરામ છે."

એમ કહી એએ કપડાં ખંખેર્યાં.

જતાં જતાં એણે વિજયચંદ્ર તરફ ફરીને કહ્યું: "આપણી બેની આ મુલાકાત તો સાવ સપના જેવી કહેવાય. ફરી કોઈક વાર નિરાંતે મેળાપ કરીને એકબીજાને વધુ ઓળખીએ એટલું દિલ રહે છે."

33

વિજયચંદ્રનો વિજય


ખુશાલના ગયા પછી થોડીવાર સુધી આ બેઉની સમાધિ ચાલુ જ રહી. સમાધિ છૂટી શકી ત્યારે ચંપક શેઠે દુભાતે સ્વરે કહ્યું :

"ગઠિયા - કાઠિયાવાડમાંથી આવા બધા ગઠિયા જ આંહીં મુંબઈમાં ભરાણા છે. પોલીસને આ ગઠિયા જુગારમાંથી ઊભે ગળે