પૃષ્ઠ:Vevishal.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મતિ... હે ભગવાન !" સુશીલાએ નિસાસો મૂક્યો.

"હું ભાભુને મળું, પછી નક્કી કરું."

"જે કરવુ હોય તે સાંજ સુધીમાં કરી લેજો."

સુખલાલ ખાઈને સસરા ને ભાભુ બેઠા હતા ત્યાં ગયો. એણે વાત મૂકી :

"લગ્ન આજે, અત્યારે, બે કલાકમાં ન કરી લેવાય ?"

"હા, હા, ભાભી," સુશીલાના પિતા હર્શાવેશમાં આવી ગયા : "આ તો તમને સૂઝેલું જ નહી."

"પણ મને સૂઝેલું હતું, ભાઈ !"

"તો પછી, ભાભી ! કરી લઈએ. પછી મારા ભાઈ પણ ટાઢા પડશે. હો ભાભી ! ગોરને ગામમાંથી જ બોલાવી લઈએ. હે ભાભી ? ફક્ત ચોઘડિયું સારું જોઈ લઈએ, હે ભાભી !"

"ના ભાઈ ! ના." ભાભી આવા મક્કમ આવજે અગાઉ કદી બોલ્યાં હોય તેવું યાદ ન આવ્યું.

"કાં ભાભી ? સુખલાલ પોતે કબૂલ થાય છે."

"એમના બાપા કબૂલ થાય તોપણ નહીં."

"કાં ભાભી ?"

"એના ઘરમાં મા મૂઈ છે, ભાઈ મારા - ઢોર નથી મૂવું ! ને બીજું, મારે મારી છોકરીને ચોરીછૂપીથી નથી પરણાવવી. મારી સુશીલાએ કોઈ કલંકનું કામ કર્યું નથી. મારે તો સાખિયા જોઈએ છે ન્યાતના સમસ્ત ન્યાતીલા. મારે મારી લાડકીના આ શ્રેષ્ઠ અવસરમાં સૌની આશિષ લેવી છે, સૌનાં મોં મીઠાં કરવાના છે. મારે એને રાત લેવરાવવીન થી."

"પણ ભાભી, સારા કામમાં સો વિઘન."

"વિઘન તો આવે. વિઘનને વળોટીએ તો જ સારાં કામ મીઠાં લાગે."

"બહુ મોટો ખોપ-"