મન ભજી લે મોહન પ્યારાને

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

મન ભજી લે મોહન પ્યારાને,
પ્યારાને મોરલીવાળાને ... મન ભજી લે.

સાત સમંદર તરી તરી આવ્યો,
ડૂબી મર મત આરા મેં. ... મન ભજી લે.

મનુષા દેહ મળેલો છૂટવા,
શું ભૂલ્યો ભમે ઘરબારામેં ? ... મન ભજી લે.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હરિ ભજી લે યે વારામેં. ... મન ભજી લે.