મોતી નીપજે રે

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

લાંબી તે લાંબી સરોવરિયાની પાળ
આ-હે એ પાળે તે મોતી નીપજે રે

મોતી તે લાગ્યું જીગરભાઈ વરને હાથ
આ-હે ઘેરે રે આવીને ઝગડો માંડિયો

દાદા તે મોરા મુજને પરણાવો
આ-હે મુજને પરણ્યાની દાદા

હોંશ ઘણી ખરચું તો ખરચું લાખ
શું બે લાખ આ-હે મોભીને પરણાવું ઘણી હોંશથી

માળારોપણ વરપક્ષ