શોભે છબી ઘનશ્યામ રે ભાળી વાગે છે ભાવ

વિકિસ્રોતમાંથી
શોભે છબી ઘનશ્યામ રે ભાળી વાગે છે ભાવ
દેવાનંદ સ્વામી



શોભે છબી ઘનશ્યામ રે ભાળી વાગે છે ભાવ

શોભે છબી ઘનશ્યામની રે, ભાળી વાધે છે ભાવ;
જન્મ સુફળ થયો જોઈને, હાં રે નવ જોબન નાવ... શોભે

માથે સોનેરી મોળિયું રે, કાજુ સોનેરી કોર;
પેચ ઝુકેલા પાંપણિયે, હાં રે સખી નવલ કિશોર... શોભે

કુંડલ જડેલાં મોતીએ રે, માનું મીન સમાન;
ભાલે તિલક સોહામણું, હાં રે ભીનો વા’લાનો વાન... શોભે

અતિ અણિયાળી આંખડી રે, વાંકી ભ્રકુટી શ્યામ;
દેવાનંદ કહે દિલ રાખશું, હાં રે દોહ્યલી વેળાના દામ... શોભે