સર્જક:ભોગીન્દ્ર દિવેટીયા

વિકિસ્રોતમાંથી
ભોગીન્દ્ર દીવેટીયા

ભોગીન્દ્ર દીવેટીયા
ઉપનામ સાર્જન્ટ રાવ, સુબંધુ
જીવનસાથી કૌમુદી બહેન[૧]


ભોગીન્દ્ર ર. દીવેટીયા એ એક ગુજરાતી સાહિત્યકાર હતા. 'સાર્જન્ટ રાવ' તથા 'સુબંધુ' એ ઉપનામ હેઠળ તેઓ સાહિત્યરચના કરતા. તેમની નવલકથાઓ એકી સાથે પાંચ સામાયિકોમાં પ્રગટ થતી. [૨]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૦૧-૦૪-૧૮૭૫ના દિવસે અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાધનપુર અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું.[૨] ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં ટર્મ ભરવા ગયા હતાં. પરંતુ ઈ.સ.૧૯૦૧માં અમદાવાદ પાછા ફર્યા હતા. ૧૯૦૨-૦૩ દરમ્યાન તેમણેકાલોલ, રાજકોટ ધોલેરા જેવા સ્થળોએ નોકરી કરી હતી. ૧૯૦૩માં તેમણે 'સુંદરીસુબોધ'નું નામના સામાયિકનું પ્રકાશન કર્યું હતું. ૧૯૦૫માં તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પરીક્ષા પાર કરી હતી અને ૧૯૦૬-૦૭ અમદાવાદની નેટિવ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૦૬માં તેઓ ગુજરાત સાહિત્ય સભાના માનદ્ મંત્રી બન્યા. ઈ.સ. ૧૯૧૧-૧૭ દરમ્યાન તેઓ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કુલમાં શિક્ષક હતા. તેઓ ૨૬-૧૧-૧૯૧૭ના દિવસે મુંબઈમાં અવસાન પામ્યા.[૩]

સાહિત્ય રચનાઓ[ફેરફાર કરો]

કન્હૈયાલાલ મુનશી અને રમણાલાલ દેસાઈ જેવા લેખકોના પૂરોગામી યુગના આ લેખકોમાં ના એક એવા ભોગીન્દ્ર દીવેટીયાના લેખન પર વિક્ટર હ્યુગો, ટોલ્સટૉય અને ગોવર્ધનરામ નો પ્રભાવ હતો.

પ્રકાશનો[ફેરફાર કરો]

  • બંધુ સમાજ હેઠળ સુંદરીસુબોધ - સામાયિક (૧૯૦૩)
  • સુમતિ, મેઘનાદ, નાગર - પત્રો (૧૯૦૪-૧૯૦૬)

નવલકથાઓ[ફેરફાર કરો]

  • મૃદુલા (૧૦૯૭) ,
  • ઉમાકાન્ત (૧૯૦૮),
  • તરલા (૧૯૧૪) - ટોલ્સ્તટૉયની એના કેરેનીના અધારે
  • ચમેલી(૧૯૧૦), સિતારનો શોખ (૧૯૧૧) ટોલ્સટોયની વાતો (૧૯૧૨) બે ભાગ - ટોલ્સટૉયની રચનાઓના અનુવાદ
  • આસિસ્ટન્ટ કલેક્ટર (૧૯૧૪) અંગ્રેજી લેખક પેનીની ધ ઈનએવિતેબલ લૉ પર અધારિત
  • મોહિની(૧૯૦૪)અંગ્રેજી લેખક હેન્રી વૂડની ધ ડેન્સબરી હાઉસ પર અધારિત
  • અજામિલ (૧૯૧૭)અંગ્રેજી લેખક વિક્ટર હ્યુગોની લામિઝરેબલ પર અધારિત
  • અન્ય નવલકથાઓ - સ્નેહ કે મોહ, કૉલેજિયન, રસિકચંદ્ર - ભાગ ૪,તેલીફોન, રાજમાર્ગનો મુસાફર, સ્ત્રીઓ ને સમાજસેવા, જીવનકલા, લગ્ન ધર્મ કે કરાર, દીવાળી કે હોળી, લલિત કુમાર,

લઘુ નવલ[ફેરફાર કરો]

સોલિસિટર (૧૯૦૭), લગ્નબંધન (૧૯૧૮), જ્યોત્સના (૧૯૩૩)

જીવન ચરિત્ર[ફેરફાર કરો]

શ્રીયુત ત્રિભુવનદાસ ભાણજીનું જીવન ચરિત્ર ટોલ્સટોયનું જીવન ચરિત્ર

અન્ય[ફેરફાર કરો]

ઇંગ્લંડનો ઇતિહાસ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  2. ૨.૦ ૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]