સોના વાટકડી
વિકિસ્રોતથી
| સોના વાટકડી [[સર્જક:|]] |
- સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા.
કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
- કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા,
ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
- હાથ પરમાણે ચૂડલા સોઇં રે, વાલમિયા,
ગૂજરીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
- ડોક પરમાણે ઝરમર સોઇં રે, વાલમિયા,
તુળસીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
- કાન પરમાણે ઠોળિયાં સોઇં રે, વાલમિયા,
વાળિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.
- નાક પરમાણે નથડી સોઇં રે, વાલમિયા,
ટીલડીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા.