સ્ત્રીસંભાષણ/પ્રકરણ ચોથું
← પ્રકરણ ત્રીજું | સ્ત્રીસંભાષણ પ્રકરણ ચોથું દલપતરામ |
પ્રકરણ ચોથું
મંછી : | આ નવલવહુના પગમાં કલ્લાં કેટલાં રૂપૈયાનાં છે. |
પ્રેમકોર : | સો રૂપૈયાનાં, પોલાં છે. |
મંછી : | સો તે કેટલા, હશે ? |
પ્રેમકોર : | પાંચ વીસો એટલે સો કહેવાય. |
મંછી : | નહીં, નહીં, સાત વીસે સો હશે. કેમ કે એક કણબી પાસેથી એક રુપૈયાના કડબના પુળા અમારે ઘેર સો લીધા હતા, તે સાત વીસોયે સો ગણ્યા હતા. |
પ્રેમકોર : | એ તો નાતે નાતની સોયો જુદીઓ હોય. વાણીયાની પાંચવીસે સો થાય. ને કણબીની સાતવીસે સો થાય, ને કોળીના પુળા અમારે ઘેર લીધા હતા, તે નવ વીસે સો ગણ્યા હતા.
(એ રીતનો શિરસ્તો છે ખરો) એટલી વાત થઈ ત્યાં પાનાચંદે ઘોડીયામાં સુતાં સુતાં વા સંચર કર્યો. |
પ્રેમકોર : | નવલવહુ, પાનાચંદને પગે કરો નહીં તો હગશે.
(બાળકને બે પગ ઉપર બેસારીને ઝાડે ફેરવે છે.) |
નવલવહુ : | હમણાં મેં પગે કર્યો હતો, પણ હગતો નથી. |
મંછી : | હેઠ બાળોતીઊં રાખ્યું છે કે નહીં ?
(બાળકની તળે લૂગડું રાખે છે તે બાળપોતીઊં, તે બાળોતીયું) |
નવલવહુ : | હા રાખ્યું છે. |
મંછી : | ત્યારે શી ફીકર છે ? છોકરાને ખોળામાં ધવરાવવા લેઈએ તોપણ બાળોતીયું હેઠળ રાખીએ. |
નવલવહુ : | તે રાખ્યું છે. |
મંછી : | આ ઘોડીયું રાખ્યું છે, તેથી પારણું હોય તો સારૂં. કેમકે છોકરૂં સુખેથી સુઈ રેહે. |
(ઘોડીયું એટલે લૂગડાની ખોઈ, ને પારણું રસીથી ભરેલું હોય છે તે.) | |
પ્રેમકોર : | |
હીરાચંદ : | આવો મહારાજ, ક્યાંથી આવ્યા ? |
બ્રાહ્મણ : | ડભોડેથી મોતીચંદ સંઘવીના ખરચની કંકોતરી છે. |
હીરાચંદ : | મેલો કેમ મોકલ્યો નહોતો ? |
બ્રાહ્મણ : | કહ્યું કે શેઠના ઘરમાં કોઈને સ્નાન નહિ આવતું હોય તેથી, મેલો ન લખ્યો. |
હીરાચંદ : | લાવો જોઈએ કંકોતરી. |
બ્રાહ્મણ : | લ્યો.
શેઠ વાંચે છે. |
સ્વસ્તશ્રી અમદાવાદ મહાશુભસ્થાને પુજ્યારાધે, શેઠજી શ્રીપાંચ હીરાચંદ અમરચંદ, જોગ્ય એતાનશ્રી, ડભોડેથી લા. સંઘવી પાનાચંદ ઝવેરચંદના જુહાર વાંચજો. |
બીજું સંઘવી મોતીચંદ નહાનચંદનું ખરચ માહા વદી ૫ ગુરૂવારનું નીરધાર્યું છે, તે ઉપર સાથ સરવેને તેડીને વહેલા આવજો. તમો આવે રૂડુ દીસસે. સવંત ૧૯૧૨ ના માહા સુદ ૫. | |
પ્રેમકોર : | કંકોતરીમાં કંકુના છાંટા કેમ નથી ? |
હીરાચંદ : | ખરચની કકોતરીમાં કંકુ નહોય. |
બ્રાહ્મણ : | મને કહ્યું છે કે, શેઠને કહેવું કે જો નહીં આવો તો, અમારે તમારે પાણી પીવાનો વહેવાર રહેશે નહિ, ને માણસ પચાસ સાથે લાવજો. |
હીરાચંદ : | મારે ધોળેરે જવાનું આજ મુહુરત છે. |
બ્રાહ્મણ : | ધોળેરે જવાય નહીં. સગાનું કામ કાંઈ રોજ રોજ આવતું નથી. |
પ્રેમકોર : | તમારાથી ધોળેરે નહીં જવાય, ને ખરચે આવવું પડશે. |
હીરાચંદ : | ઠીક, પણ કે દહાડે ખરચ છે ? ઝવેરચંદ, કંકોતરી વાંચો જોઈએ. |
ઝવેરચંદ : | વાંચીને કહે છે, માહા સુદ ૫ લખી છે. |
હીરાચંદ : | આજ શી તથ થઈ ? |
ઝવેરચંદ : | આજ તો ૩ છે પણ પાંચમ કે દહાડે છે ? |
હીરાચંદ : | કોઈ ટીપણા વાળાને બોલાવો. પછી ટીપણાવાળા બ્રાહ્મણને બોલાવ્યો. |
હીરાચંદ : | મહારાજ, પાંચમ કે દહાડે છે ? |
ટીપણાવાળો બ્રાહ્મણ : | આજ ત્રીજ દસ ઘડી છે. તે ઉપરાંત |
ચોથ છે. ને કાલે ચોથ સાત ઘડી છે, તે ઉપરાંત પાંચમ છે. ને પરમ દહાડે પાંચમ ૪ ઘડી છે. | |
હીરાચંદ : | ત્યારે સાચી પાંચમ કે દહાડે છે ? |
ટીપણાવાળો બ્રાહ્મણ : | શ્રાધ કાળની તો કાલે છે, ને ઉદયાત તો પરમ દહાડે છે.
(જે તિથિ બપોરે હોય, તે તિથિનું શ્રાધ તે દહાડે થાય, અને કેટલાંક કામમાં સૂરજ ઉગતી વખત જે તિથિ હોય તે ગણાય છે.) |
હીરાચંદ : | ત્યારે ખરચ કાલ હશે કે પરમ દહાડે ? |
ઝવેરચંદ : | મારે પોહો કરવો છે તે સારૂ ગોરજીને મેં પૂછ્યું હતું તો કહે શાવકની પાંચમ તો કાલ છે.
(ઉપવાસમાં શાવક લોકો રાત્રીયે જે તિથિ હોય તે ગણે છે.) |
હીરાચંદ : | જુઓ જુઓ કંકોતરીમાં વાર લખ્યો છે કે નહીં ? |
ઝવેરચંદ : | પાંચમ ને ગુરૂવાર લખ્યો છે. |
હીરાચંદ : | ત્યારે શું, આજ મંગળવાર ને કાલે બુધવાર, ને પરમ દહાડે ગુરૂવાર છે. ત્યારે કાલનો દહાડો વચમાં રહ્યો; કંકોતરી પણ મોડી આવી, કોઈને લૂગડાં શીવડાવવાં હશે, કોઈને ઘરાણું ધોવરાવવું હશે, તે રીતે એક દહાડામાં થશે ? |
ઝવેરચંદ : | કેને કેને સાથે આવવાનું કહીશું ? |
હીરાચંદ : | આપણા કુટુંબમાં ઘરદીઠ એક એક માણસને કહેવું. એટલે પચાસ-સાઠ માણસ થશે.
(પછી એટલું માણસ લેઈને પાંચમને દહાડે |
પહોર દિવસ ચડતાં ડભોડે પહોંચ્યાં.) | |
હીરાચંદ : | બાઈડીઓને ઝટ ગામમાં જવા દો, પછી આપણે જઈએ.
(પછી બાઈડીઓ રોતીરોતી ગામમાં ગઈ, ને મરનારના ઘર પાસે જઈને કૂટણાં કુટ્યાં ને ઘરમાં બેશીને મોહોવાળ્યાં, પછી ભાયડા રોતારોતા ગામમાં ચાલ્યા. માથે ઓઢીને રોવાની રીત્ય કે, હીરાચંદ. મારા વાલેશરી સગારે, એ, એ, એ, |
ઝવેરચંદ : | મારા મામારે, એ, એ, એ, |
બીજા લોકો : | ઓ, ઓ, ઓ,
(એ રીતે રોતા, રોતા, મરનારના ઘર પાસે જઈને બેઠા, એટલે તેના ઘરના આદમિયોએ, આવીને કહ્યું કે છાના રહો, છાના રહો; (પેહેલાં બીજા લોકો છાના રહ્યા, પછી ઝવેરચંદશેઠ છાના રહ્યા, સહુથી છેલ્લા હીરાચંદશેઠ છાના રહ્યા; પછી પાણીના કોગળા કરાવ્યા.) |
ઘરધણી : | ચાલો, ચાલો, જમવા. ઝટ અસુર થયાં છે. પછી જમવા ગયા. (પેલી બાઈડીઓ રૂવે છે, તેમાંની એક જણી રોતી રોતી બીજીના કાનમાં કહે છે, આ ઘરમાં તો મોતીચંદ સંઘવી રહે છે ને તે કેમ જણાતા નથી ? |
બીજી બાઈડી : | ત્યારે તમે રોઈરોઈને આંખો રાતી ચોળ કરી છે, તે અત્યાર સુધી કેને રોયાં. |
પેલી : | એ જ મરી ગયા કે ? મેં તો જાણ્યું કોઈક બીજું મરી ગયું હશે.
(કેટલાંએક પોતાને ઘેર પાછાં જશે, ત્યાંહાં સુધી પણ જાણશે નહીં કે કોણ મરી ગયું.)}} |
પછી ચઢાઉતરી સગણ પ્રમાણે છાની રહિયો.
છેલી મરનારની ઓરત રૂવેછે કે, | |
પ્રેમકોર : | છાનાંરહો, છાનાંરહો, હવે એમાંનું કાંઇ દેખવાનું નથી. એ રીતે ઝાઝીવાર કહ્યું એટલે છાની રહી.
ઘરધણી. ચાલો ચાલો, હવે ભાયડા જમી ઉઠ્યા. બાઇડીઓ જમવા બેસો (પછી જમવા ગયાં.) |
પ્રેમકાર : | ના મારેતો નથી જમવું, હુંતો શોગ પાળીશ. |
કાકી : | ના મા, તમારે શોગ હોય નહીં. તમે મારૂં છોકરૂં
કહોવાઓ. એતો ભાગ્યશાળી થઇ ગયા. એમનો શોગ શ્યો? (પછી જમવા ગયાં. બીજે દિવસે હીરાચંદશેઠ વગેરેએ એમના દીકરાને પાધડીયો બંધાવી, ખરચ બહુ સારૂં કર્યું, એવાં વખાણુ કરીને સઉ સઊને ગામ વીદાય થયાં. (રસ્તામાં ચાલતાં ચાલતાં બાઇડિયો વાત કરેછે) |
મંછી : | હાય, હાય, શેઠાણી, તમારા કાકાના દીકરાની વહુને
તો કુટતાંએ નથી આવડતું. (બરાબર સૌની સાથે હાથ કુટતાં પડવો જોઈએ.) |
પ્રેમકાર : | ગામડામાં તો જે તે કોઇક દહાડે કુટવું પડે, તે શાનું આવડે.?
(જેને કુટતાં રોતાં આવડે તે બાયડી હોશિયાર |
ગણાય છે,) | |
હરકોર : | અરે મોહોવાળતાંએ પણ નથી આવડતું તો !
(રોતાં વચન બોલવાં તે.) |
મંછી : | જલેબી તો ઠીક થઈતી, પણ લાડવામાં ખાંડ
ઓછી હતી. |
પ્રેમકાર : | કંદોઇમાં વાંક, નહીતો જે ધણી ખર્ચ કરવા
બેઠો તે કાંઇ કોશર કરેછે ? એ વગેરે વાતા કરતાં ગામમાં પહોંચ્યાં. પછી સઉ સઊણને ઘેર ગયાં. |
સમાપ્ત.