હરિ વસે છે હરિના જનમાં
વિકિસ્રોતથી
હરિ વસે છે હરિના જનમાં,
-
-
- શું કરશો જઈ વનમાં… ટેક
-
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
-
-
- પ્રભુ નથી વન કે અરણ્યમાં;
-
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
-
-
- પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
-
જોગ કરો ભલે જગન કરાવો,
-
-
- પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
-
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
-
-
- હરિ વસે છે હરિના જનમાં… હરિ..
-