અખાના છપ્પા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અખાના છપ્પા
અખો


અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે.સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે.અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ અમદાવાદની ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે.

જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી વિશ્વાસ ઉડી ગયો. તેણે એક ગુરૂનું શરણ લીધું.પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.

છપ્પા[ફેરફાર કરો]

આ સાથે તેણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે.

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલ છે. જે ૪૪ અંગમાં,અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલ નથી,પરંતુ તેમનાં છપ્પાઓ માં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગિકરણ કરેલ છે.

દોષનિવારક અંગવર્ગ

ગુણગ્રાહક અંગવર્ગ

સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ

ફલપ્રતિપાદક અંગવર્ગ