અખાના છપ્પા
અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે.સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે.અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે.
જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી વિશ્વાસ ઉડી ગયો. તેણે એક ગુરૂનું શરણ લીધું.પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
અનુક્રમણિકા |
છપ્પા [ફેરફાર કરો]
આ સાથે તેણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. "એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ" જેવા છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે.
અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલ છે. જે ૪૪ અંગમાં,અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલ નથી,પરંતુ તેમનાં છપ્પાઓ માં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગિકરણ કરેલ છે.
|
દોષનિવારક અંગવર્ગ |
ગુણગ્રાહક અંગવર્ગ |
સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ |
ફલપ્રતિપાદક અંગવર્ગ |
અન્ય જાણીતી રચનાઓ [ફેરફાર કરો]
- પંચીકરણ
- અખેગીતા
- ચિત્ત વિચાર સંવાદ
- ગુરૂ શિષ્ય સંવાદ
- અનુભવ બિંદુ
- બ્રહ્મલીલા
- કૈવલ્યગીતા
- સંતપ્રિયા
- અખાના છપ્પા
- અખાના પદ
- અખાજીના સોરઠા
સંદર્ભ [ફેરફાર કરો]
- પુસ્તક "અખાની વાણી".પ્રકાશક : સસ્તુ સાહિત્ય મુદ્રણાલય,ભિક્ષુ:અખંડાનંદજી દ્વારા.આવૃતિ બીજી,સને-૧૯૨૪
ઝલક [ફેરફાર કરો]
તિલક કરતાં ત્રેપન થયાં
તિલક કરતાં ત્રેપન વહ્યા, ને જપમાળાનાં નાકાં ગયાં,
- તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
- પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા બહુ ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
દેહાભિમાન હતું પાશેર
દેહાભિમાન હૂતો પાશેર, વિધા ભણતાં વાધ્યો શેર;
- ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.