લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નિર્મલ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિ...;
ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માતપિતા કુળકંશ... જિનેસર, ધર્મ...૭

મન મધુકર વર કરજોડી કહે, પદકજ[] નિકટ નિવાસ, જિ...;
ઘનહામી આનંદધન સાંભળો, એ સેવક અરદાસ... જિનેસર, ધર્મ...૮


૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન

(રાગ: મલ્હાર)


શાંતિ જિન એક મુજ વિનતી, સુણો ત્રિભુવન રાય રે,
શાંતિ સ્વરૂપોઅ કિમ જાણીયે, કહો મન કિમ પરખાય રે... શાંતિજિન... ૧

ધન્ય તું આતમ એહને, એહવો પ્રશ્ન અવકાશ રે,
ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે.... શાંતિજિન... ૨

ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે,
તે તેમ અવિતથ્ય સદેહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે.... શાંતિજિન... ૩


  1. ચરણકમળ