લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે,
સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે.... શાંતિજિન... ૪

શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે,
તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્વિકી શાલ રે.... શાંતિજિન... ૫

ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે,
સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે.... શાંતિજિન... ૬

વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે,
ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈસ્યોઆગમે બોધ રે.... શાંતિજિન... ૭

દુષ્ટજન સંગતિ પરિહરે, ભજે સુગુરુ સંતાન રે,
જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુક્તિ નિદાન રે.... શાંતિજિન... ૮

મન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે,
વંદક નિંદક સમગણે, ઈસ્યો હોય તું જાણે રે.... શાંતિજિન... ૯