લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન

(રાગ: રામકલી - અંબર દે હો મુરારિ હમારો...)


મનડું કિમ હિ ન બાઝે[], હો કુંથુજિન, મનડું કિમ હિ ન બાઝે;
જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે હો... કુંથુજિન... ૧

રજની વાસર વસતિ ઉજ્જડ ગયલ પાયાલે જાય;
સાપ ખાય ને મુખડું થોથું[], એહ ઉખાણો ન્યાય હો... કુંથુજિન... ૨

મુક્તિતણા અભિલાષી તપિયા, જ્ઞાનને ધ્યાન અભ્યાસે;
વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે હો... કુંથુજિન... ૩

આગમ આગમધરને હાથે, નાવે કોણવિધ આંકું;
કિહાં કણે જો હઠ કરી હટકું તો વ્યાલતણી પરે વાંકુ હો... કુંથુજિન... ૪

જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી;
સર્વમાંહી ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહી હો... કુંથુજિન... ૫

જે જે કહું તે કાન ન ધારે, આપમતે રહે કાલો;
સુરનર પંડિત જન સમજાવે. સમજે ન માહરો સાલો હો... કુંથુજિન... ૬


  1. વળગતું નથી
  2. ખાલી