લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ananddhan Chovishi.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે;
બીજી વાતે સમર્થ છે નર, એહને કોઈ ન ઝેલે હો... કુંથુજિન... ૭

મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી;
એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો... કુંથુજિન... ૮

મનડું દુરારાધ્ય તેં વશ આણ્યું, આગમથી મતિ આણું;
આનંદધન પ્રભુ માહરું આણો, તો સાચું કરી જાણું હો... કુંથુજિન... ૯


૧૮. શ્રી અરનાથ જિન સ્તવન

(રાગ: પરજિયો / મારુ)


ધરમ પરમ અરનાથનો, કેમ જાણું ભગવંત રે,
સ્વ પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે... ધરમ પરમ... ૧

શુદ્ધતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે;
પરબડી છાંડહી જેહ પડે, તે પર સમય નિવાસ રે... ધરમ પરમ... ૨