પૃષ્ઠ:Balvartao.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગીધ કહે, 'ઠીક.'

ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું. ત્યાં વળી રસ્તામાં તેને એક વાઘ મળ્યો. વાઘ કહે, 'હું તને ખાઉં.'

બચ્ચું કહે,

'નાનીને ઘરે જવા દે,
ખૂબ તાજું થાવા,
પછી મને ખાજે.'

વાઘ કહે, 'ઠીક.'

પછી રસ્તામાં એ પ્રમાણે તેને વરુ, ગરુડ, કૂતરો વગેરે જનાવરો મળ્યાં ને ઘેટાનું બચ્ચું સૌને ઉપર પ્રમાણે કહી આગળ ચાલ્યું.

પછી ઘેટું તો મોટી માને ત્યાં જઈને મોટી માને કહે, 'મા, મા ! મને ખૂબ ખવરાવ. મેં જનાવરોને વચન આપ્યું છે, માટે એ બધાં મને ખાઈ જવાનાં છે.'