પૃષ્ઠ:Balvartao.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સોનાની ચરક


એક ગરીબ શિકારી હતો. તે જંગલી પંખી-પ્રાણીઓનો શિકાર કરતો અને પોતાનું તથા પોતાના કુટુંબનું પેટ ભરતો. એક વાર એ સાંજ સુધી રખડતો રહ્યો પણ એને ક્યાંય કોઈ શિકાર ન મળ્યો. એ ખૂબ થાકી ગયો. હવે એનામાં ચાલવાનીયે શક્તિ રહી ન હતી. કંટાળીને એ એક ઝાડ નીચે લાંબો થઈને સૂઈ ગયો. અને ચારે તરફ જોવા લાગ્યો કે, કોઈ પંખી એના હાથમાં આવી શકે એમ છે ! ત્યાં અચાનક એક નાનકડું પંખી એણ ઉપરની ડાળ પર બેઠેલું જોયું. દેખાવમાં તો એ કાબર જેવું નાનકડું જ હતું. પણ એનો રંગ સોના જેવો ચળકતો હતો. ત્યાં જ એ ચરક્યું તે સીધું શિકારીના પગ પર પડ્યું. અને તે ચરક તરત જ સોનું બની ગઈ. શિકારીએ આશ્ચર્યથી તે ગઠ્ઠાને ઊંચકીને જોયું તો તે સોનું જ હતું.

શિકારીને થયું, આ પક્ષીને પકડું તો મારું દળદર ફીટી જાય. એણે તો પેલા સોનાનો ગઠ્ઠો લંગોટીને છેડે વીંટી દીધો. અને ત્વરાથી એ પંખી પર જાળ નાખી. નસીબ યોગે પંખી જાળમાં ફસાઈ ગયું. શિકારી તો પંખીને લઈને ઘરે