પૃષ્ઠ:Balvartao.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યો. એક પિંજરામાં પંખીને પૂર્યું. અને પેલો સોનાનો ગઠ્ઠો લઈને બાજુના નગરમાં ગયો. અને એક સોનીને ત્યાં પેલો ગઠ્ઠો બતાવ્યો. સોનીએ કહ્યું, 'આ તો ચોખ્ખું સોનું છે.' અને એણે એના પૈસા આપ્યા.

શિકારી તો ખુશ થઈ ગયો. એ પૈસામાંથી એના કુટુંબે તે દિવસ પેટ ભરીને ખાધું. છતાં ઘણા પૈસા વધ્યા.

હવે શિકારીને વિચાર આવ્યો કે, જો હું રોજ રોજ સોનું વેચવા જઈશ તો બધાને મારા પર શંકા પદશે અને હું અભણ માણસ રાજના માણસોના હાથમાં ફસાઈ જઈશ. તેઓ માનશે કે મેં ક્યાંકથી મોટી ચોરી કરી છે. કારણ કે આ પક્ષીની ચરક સોનાની છે એવું કોઈ માનશે નહિ. અને રાજા મને કાળકોટડીમાં પૂરી દેશે. કોઈને પક્ષી બતાવીશ તો તે બળજબરીથી મારી પાસેથી પક્ષી લઈ લેશે. એના કરતાં હું મારી જાતે જ રાજાને આ પક્ષી ભેટ આપું એટલે રાજા મારા પર ખુશ થશે અને મને મોટું ઈનામ આપશે.

આમ વિચારીને શિકારી બીજે દિવસે રાજાના દરબારમાં ગયો. તેણે પ્રણામ કરીને રાજાને કહ્યું,