પૃષ્ઠ:Balvartao.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'હે મહારાજ ! આ પક્ષીની ચરક સોનાની બની જાય છે. આવા આ અદ્‍ભૂત પક્ષીને હું તમારે ચરણે ભેટરૂપે ધરું છું. તો તમે સ્વીકાર કરો.'

રાજાને અને દરબારમાં બધાને જ નવાઈ લાગી. કોઈએ એવું કદી સાંભળ્યું ન હતું.

રાજાએ પંખીનું પાંજરું હાથમાં લીધું અને આમતેમ ફેરવીને જોવા માંડ્યું.

ત્યાં જ રાજાનો મંત્રી બોલ્યો, 'મહારાજ ! આ માણસ તમને છેતરવા આવ્યો લાગે છે. પક્ષીની ચરક કદી સોનાની બનતી હશે ! એને એમ કે, આવું એકાદ પક્ષી મહારાજને ભેટ ધરી આવું એટલે મહારાજ મોટું ઈનામ આપશે.'

'નહિ, નહિ, મહારાજ ! હું તમને છેતરતો નથી. મારી વાત તદ્દન સાચી છે.' શિકારી ઉતાવળથી બોલી ઊઠ્યો. 'એ ચરકે ત્યારે તમે પરીક્ષા કરજો.'

પણ મંત્રી પોતાની વાત વારંવાર કરવા લાગ્યો. રાજા આવા પક્ષી બદલ એક જંગલી માણસને શિરપાવ કે