પૃષ્ઠ:Balvartao.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સિંહ અને સસલું (ભાગ:૨)


મધ્ય ભારતમાં નંદનવન નામે એક જંગલ આવેલું હતું. તે જંગલનો રાજા સિંહ હતો. તે સિંહ પોતાને તો ફાવે તેમ તે જંગલના કાયદા ઘડતો.તેને થયું કે "હું રાજા…અને શિકાર કરવા જાતે જાઉં, એ તો બરોબર ન કહેવાય." તેથી તેણે કાયદો કર્યો કે રોજ જંગલના એક પ્રાણીએ વારાફરથી તેના પાસે આવવાનું અને તેનો ખોરાક બની જવાનું. બધા પ્રાણીઓને પણ થયુ કે આમેય રોજ આટલા બધાને મારે છે. તરો જ સિંહનો ભોગ બનીને દરેકે ભયમાં જીવવું તેના કરતા દરેક ઘરમાંથી રોજ એક જ જણે જવું. આમ નક્કી થયું. સિંહને તો જલસા પડી ગયા.

રોજ વારા ફરથી એક પછી એક પ્રાણીનો ક્રમ આવવા માંડ્યો. વારા પ્રમાણે એક વાર ચતુર સસલાનો વારો આવ્યો. સસલાને જરાયે ન ગમ્યું. આમ પણ મરવા જવું કોને ગમે? પણ… તે લાચાર હતો. તે વિચારવા લાગ્યો આમાંથી ઉગરવાનો કોઇ ઉપાય શોધવો જોઇએ જેથી બધાને બચાવી શકાય. પણ…શું? એમ વિચારતો