પૃષ્ઠ:Balvartao.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિચારતો તે સિંહ પાસે પહોંચ્યો ત્યારે થોડુ મોડું થઇ ગયું હતું. ભૂખથી પીડિત સિંહ ગુસ્સાથી આંટા મારતો હતો.

સસલાને જોતા જ તેણે ત્રાડ પાડી…”કેમ આટલું મોડું?” સસલું કહે,”રસ્તામાં….” સિંહ વચ્ચે જ કહે,”હવે એ બધી વાર્તા રહેવા દે..મારા દાદા મૂરખ હતા ને પોતાનો જીવ ગુમાવ્યો હતો….હું મૂરખ નથી. તને કૂવામાં બીજો સિંહ દેખાયો…અને એવી બધી વાર્તામાં ચાલાકીમાં હું નહીં ફસાઉં…”

સસલુ કહે, ”હા,નામદાર….મને યે એ ખબર છે. અને એ માટે હું દિલગીર છું. મારે તો મારા દાદાએ આપના દાદા સાથે કરેલ છેતરપિંડીનું પ્રાયશ્વિત કરવું છે અને હું તમને મૂરખ બનાવી શકું એવી મારી હેસિયત કયાં છે?”

સિંહ થોડો શાંત અને ખુશ થયો.પછી કહે,”તો મોડું કેમ થયું?”

સસલુ કહે, ”આ તો હું આવતું હતું..ત્યાં તળાવ ને સામે કિનારે એક વૃધ્ધ સિંહ અને તેની પત્ની મળ્યા. રાજાજી શું સુંદર સિંહણ…!! યુવાન સિંહણ અને એ ઘરડો સિંહ…..!!!