પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બારણાં પાસે જઈને આડી બેઠી. ત્યાં તો બગલો આવ્યો અને કહે, 'બારણાં ઉઘાડો.'

સોનબાઈ તો કાંઈ બોલી નહિ; પણ સોનબાઈનો છોકરો બોલ્યો :

'બાપા, બાપા !
મામલિયો ડામચિયામાં,
નાનું ગલૂડું ઘંટી હેઠ,
ને મોટું સાવરણીએ.'

બગલો બહારથી કહે, 'સોનબાઈ ! આ છોકરો શું કહે છે ?'

સોનબાઈએ અંદરથી જ કહ્યું : 'એ તો અમસ્તો લવે છે.'

ત્યાં તો છોકરો ફરી બોલ્યો :

'બાપા, બાપા !
મામલિયો ડામચિયામાં,
નાનું ગલૂડું ઘંટી હેઠ,
ને મોટું સાવરણીએ.'