પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોનબાઈને તો બગલા સાથે પરણાવી. સોનબાઈને પાંખે બેસાડીને બગલો તો એના ઘરે લાવ્યો. પછી તો સોનબાઈ ને બગલો સાથે રહે. બગલો પોતે દાણા ચણી આવે; સાથે બીજા લેતો આવે અને સોનબાઈને આપે.

એમ કરતાં કરતાં સોનબાઈને તો દીકરો અવતર્યો. સોનબાઈ તો રાજની રેડ થઈ ! એક દિવસ સોનબાઈના બાપે વિચાર કર્યો - ચાલને કોકને મોકલું ને ખબર કઢાવું કે સોનબાઈને ત્યાં સુખ છે કે દુઃખ ?

બાપે તો સોનબાઈના ભાઈને મોકલ્યો. સોનબાઈનો ભાઈ તો સોનબાઈ પાસે આવ્યો. ભાઈબહેન મળ્યાં ને ખુશી થયાં. ત્યાં તો બગલાને ચણીને આવવાનો વખત થયો.

સોનબાઈ કહે, 'ભાઈ ! તું આ ડામચિયામાં સંતાઈ જા. બગલો આવે છે તે તને દેખશે તો મારી નાખશે.'

ભાઈ તો ડામચિયામાં સંતાઈ ગયો. સોનબાઈએ બે ગલૂડિયાં પાળ્યાં હતાં. તેમાંથી એક ઘંટી હેઠળ પૂર્યું, બીજાને સાવરણી સાથે બાંધી ઘરમાં રાખ્યું અને પોતે