પૃષ્ઠ:Balvartao.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઈસપ બોધકથા : સાબરના શિંગડા

પ્રાચીન સમયની વાત છે. એક ખૂબ ગીચ જંગલ હતું, તેમાં ઘણાં પશુ પક્ષીઓ રહેતા હતાં. એ જંગલની વચ્ચે ઘાસનું એક મેદાન હતું. તેમાં સાબરનું એક ટોળું રહેતું હતું. એક વખત એક સાબર તે ટોળામાંથી વિખુટું પડી ગયું હતું. માર્ગ શોધતાં શોધતાં તે ખૂબ આગળ નીકળી ગયું હવે તે ખૂબ તરસ્યું થયું હતું. તેણે એક તળાવ જોયું. તે રાજી થઈ ગયું. તળાવ કિનારે આવી તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી, એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું. પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયાં. પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી, તે મનોમન બોલ્યું, “અહા, શું મારા શિંગડા છે, જાણે મારા માથા ઉપર સુંદર મુગટ, આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું,