પૃષ્ઠ:Balvartao.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ રૂપાળા શિંગડા મારી શાન છે, પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઊં છું.”

સાબર પાણી પીતું હતું એવામાં કેટલાંક શિકારી કૂતરાઓનો ના ભસવાનો અવાજ એના કાને પડ્યો. તે સમજી ગયું કે શિકારી કૂતરાઓ પોતાની તરફ આવી રહ્યાં હતાં. સાબર ત્યાંથી જીવ લઈને નાઠું, અને જંગલની ઝાડી સુધી પહોંચી ગયું.

તે સમય દર્મ્યાન પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા.કૂતરાઓથી બચવા સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું. પણ એના વાંકાચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા, એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું.

શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા, તેમણે સાબરને ફસાયેલું જોયું. તેઓ સાબર તરફ દોડી આવ્યાં. સાબરે પોતાનું સમ્ગ્ર જોર લગાવી ઝાડી તોડી કાઢી અને ભાગવા લાગ્યું. કૂતરાઓ તેની પાછળ પડ્યાં પણ સાબરથી ઝડપને કારણે તેને નાથી શક્યાં નહી. છેવટે સાબર બચી