પૃષ્ઠ:Balvartao.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'અરે ! પેલી બીકણ સસલીએ તો આપણને ખોટા જ બિવડાવી માર્યા !' બધાં પ્રાણીઓ હસી પડ્યાં. અને પોતપોતાને રસ્તે ચાલ્યાં ગયાં.

અને સસલી તો બીકની મારી સંતાઈ જ ગઈ.

'હે કુમારો ! બીકણ માણસો કહે, તે વાતની ખાતરી કરવી. નહિ તો પેલાં પ્રાણીઓની જેમ મૂરખ ઠરવું પડે.'