પૃષ્ઠ:Balvartao.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાગવા લાગ્યો. પછી તો ગભરાટમાં સસલી ભાગતી જાય અને એક સરખી બોલતી જાય ઃ 'ભાગો રે ભાગો ! આભ પડ્યું છે !'

સસલી સાથે હાથીને ભાગતો જોઈ, રીંછ ભાગ્યું. એ બન્નેને જોઈ વાંદરાં ભાગ્યાં, અને એ જોઈ પછી તો બધાં જ ભાગ્યા. સિંહ ભાગ્યો, વાઘ ભાગ્યો, વરુ ભાગ્યો, સુવ્વર ભાગ્યો, ગેંડો ભાગ્યો, ચિત્તો ભાગ્યો, દીપડો ભાગ્યો, બધાં જ પ્રાણીઓ ભાગી રહ્યાં હતાં.

આ બધી ધમાલ શિયાળે જોઈ. એ પૂછવા લાગ્યું, 'તમે બધાં ક્યાં ભાગો છો ?'

બધાં કહે, 'આભ તૂટી પડ્યું છે. તું પણ ભાગ.'

શિયાળને આશ્ચર્ય થયું. તેણે ઊંચે જોયું તો આભ તો એની જગ્યાએ જ હતું. તેણે દોડતાં દોડતાં સિંહને પૂછ્યું, 'મહારાજ ! તમે જરા ઊભા તો રહો ! અને ઊંચે જુઓ. આભ તો એની જગાએ જ છે.'

સિંહ ઊભો રહ્યો એટલે બધાં ઊભાં રહી ગયાં. સિંહે ઊંચે જોયું તો આભ એની જગાએ જ હતું.