પૃષ્ઠ:Balvartao.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બીકણ સસલી

એક જંગલમાં એક સસલી રહેતી હતી. તે સ્વભાવે ઘણી જ બીકણ હતી. નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય. આથી એ પૂરું ખાઈ ન શકે કે પૂરું પી ન શકે. એના મનને પળવારનીયે શાંતિ નહિ.

એક વાર એ ખોરાક માટે જંગલમાં ફરી રહી હતી. બીકથી એનું મન ફફડી રહ્યું હતું. પરંતુ ભૂખ એવી કકડીને લાગી હતી કે ખોપ્રાક શોધ્યા વગર છૂટકો ન હતો.

હવે એ જે ઝાડ નીચે ફરી રહી હતી તે બોરનું ઝાડ હતું. એના પરથી એક પાકું મોટું બોર સસલી પર પડ્યું. તે સાથે જ સસલી ચમકી અને ભાગી. જીવ લઈને નાઠી. એને નાસતી જોઈને ત્યાં ફરતા એક હાથીએ પૂછ્યું, 'સસલીબાઈ ! સસલીબાઈ ! ક્યાં ભાગ્યાં ?'

સસલી ભાગતાં ભાગતાં બોલી, 'ભાગો રે ભાગો ! આભ પડ્યું છે ! સસલી ભાગતાં ભાગતાં બોલી, 'ભાગો રે ભાગો ! આભ પડ્યું છે !' એ સાંભળીને હાથી પણ ગભરાયો અને