પૃષ્ઠ:Balvartao.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


માણસનો સાથી

પહેલાં ઘોડા જંગલમાં જ રહેતા હતા.

એક વાર એક ઘોડાને વિચાર આવ્યો કે, કોઈ શક્તિશાળી મિત્ર બનાવવો જોઈએ. જેથી તે મુશ્કેલીના સમયમાં આપણને મદદ કરે. અને તેની સાથે સમય પણ સરસ પસાર થઈ જાય.

અને આ વિચાર એણે તરત જ અમલમાં મૂક્યો. વધુ શક્તિશાળી જંગલમાં કોણ ? એની ઘોડાને કંઈ ખબર ન હતી. આથી તેણે ત્યાંથી પસાર થતાં વરુને ઊભું રાખ્યું, અને કહ્યું, 'વરુભાઈ ! તમે મારા દોસ્ત બની જાઓ, એક સે ભલા દો.'

'સારું.' વરુએ કહ્યું. અને બન્ને દોસ્ત બની ગયાં. બન્ને સાથે ફરે. જાતજાતની વાતો કરે અને લહેરમાં રહે.

એક દિવસ ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો જોરમાં ઉછળ્યો. અને હણહણવા મંડ્યો.