પૃષ્ઠ:Balvartao.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘોડો વિચારમાં પડી ગયો. આ સિંહ તો માણસથી બીએ છે. માટે માણસ જ સૌથી શક્તિશાળી છે. હું માણસ સાથે દોસ્તી બાંધીશ.

બીજે દિવસે ઘોડો સિંહની દોસ્તી તોડીને ચાલ્યો ગયો. ફરતો ફરતો જંગલના છેડે પહોંચ્યો. ત્યાંથી ગામ શરૂ થતું હતું. ઘોડો આગળ વધ્યો. એણે જોયું તો ત્યાં માણસોની વસ્તી હતી.

અને એણે એક માણસ સાથે દોસ્તી બાંધી.

'હે કુમારો ! બસ ! ત્યારથી ઘોડો માણસ સાથે જ દોસ્તી રાખતો આવ્યો છે.'