પૃષ્ઠ:Balvartao.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયું. એ જાળ લઈને રોજ છાનોમાનો એ સરોવર પાસે ફરવા લાગ્યો. એક વાર હંસ અને માછલી વાતો કરી રહ્યાં હતાં. ત્યારે સિપાહીઓની નજર ચૂકવીને એણે હંસને જાળમાં ફસાવી પકડી લીધો. આથી હંસ ગભરાઈ ગયો, માછલી પણ ગભરાઈ ગઈ. તેણે પારધીને કહ્યું, 'ભાઈ ! આ હંસને શું કામ પકડ્યો છે ?'

'પૈસા માટે. આ રૂપાળા હંસને વેચીશ તો મને બહુ પૈસા મળશે.'

'ભાઈ ! તું હંસને છોડી દે. હું તને એક મોતી આપું છું. તેના પૈસા હંસ કરતાં વધારે ઊપજશે.'

'સારું, હું હમણાં જ આવી.' કહી માછલી પાણીમાં સરકી ગઈ. અને તરત જ પાછી ઉપર આવી. એણે પારધીના હાથમાં એક મોતી મૂક્યું.

પારધીએ હંસને છોડી મૂક્યો. હંસ પાંખો ફફડાવતો વૃક્ષ પર જઈને બેસી ગયો. એ હજી ધ્રૂજી રહ્યો હતો. પારધી ગયો. પછી એ ધીરેથી નીચે ઊતર્યો અને પોતાને બચાવવા બદલ માછલીનો આભાર માન્યો. પહેલી વાર