પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
જીવ ઈશ્વર અંગ


જ્ઞાનીનો લક્ષ પરપંચપાર, જેમ નાવ ચાલે ધ્રુને આધાર;
વણ વાળી જેમ વહે છે નદી, આવી મેલાણ કરે ઉદધી;
જેમ દીપક કેરી ગત્ય ગગન, એમ પરબ્રહ્મમાં અખા તું ગણ. ૧૭૧

સેજ સ્વભાવે સર્વાતીત, દ્વૈત તેજ ભાસ્યું અદ્વૈત;
જેમ દુમાસવિષે બૌ દીસે ભાત્ય, પણ પોતથકી નૈં અળગી જાત્ય;
અખા જ્ઞાતા દેખે અશું, અદભુત કારણ જ્યાં ઉલસ્યું. ૧૭૨

મજ્યો સમજ્યાની ગત લહે, જેમ સ્વપ્ન સાખ્ય બીજો નવ કહે;
નિજ પિંડ આદે ચૌદે લોક, વસતાં રહે તે દેખે ફોક;
સમજણહાર વિના સમજવું, કહે અખો હું એવું કેવું. ૧૭૩

વન ત્રણ સ્ફુર્ણ મનતણું, જેમ સૂર્ય કારણ રેણીદિનતણું;
સૂરજવિના નોહે દિનરાત, તેમ તે વિના કોણ દેખે ભાત;
અખા તેમ જે મનને લહે, ત્યારે સેજે પરમ કારણ રહે. ૧૭૪

રાપાર પરમેશ્વર વસે, સેજે સેજ ત્યાંથો ઉલસે;
આપે આપની પામે ભાળ્ય, ત્યારે જાય જગત જંજાળ;
અખા વાત એ સાચી જાણ, તેહ વિના મન રખતી વાણ. ૧૭૫

જીવ ઇશ્વર અંગ

કામા સકળ હરિથી નીપજે, પના હરિ શિર પોતે નવ લે રજે;
જીવ થકી કાંઇ નવ થાય, હું હું થિ ફોગટ બંધાય;
શકટ તળે જેમ ચાલે શ્વાન, એમ અખા ધરવું સૌ માન. ૧૭૬

લું જાણ તો હરિમાં ભળ, વાંકો જાતો વાટે વળ;
કર્મ કરે ને ફળની આશ, એ તો હરિમાર્ગમાં મેવાસ;
લોભે લાગો ચાલે ગામ, અખા સુવાનું નાવે ઠામ. ૧૭૭

રા વગુતા પંડિત જાણ, કર્મા તણું બાંધ્યુ બંધાન;
ભણી ગણી થઇ બેઠા પૂજ, પણ અળગું રહ્યું આત્માનું ગુહ્ય;
ભેદ ના લ્હ્યો વાંચ્યા ફાંકડાં, કાળે અખા ફેરવ્યાં માંકડાં. ૧૭૮

રિજન તો હરિલક્ષણે રહે, બાહ્ય ઇંદ્રિય વિષય સર્વ ગ્રહે;
અંતર રહે અકર્તા થઇ, ત્યારે કર્મ કરતાં લાગે નહીં;
તેમ ભાંજે ઘડે સેજે સંસાર, પણ અકર્તા રહે કિરતાર. ૧૭૯

દેહદમન મુંડાનું કર્મ, મૂરખા જાણે માંડ્યો ધર્મ;
પીડે પિંડ પેટને કાજ, કાયા કશી જાચે મહારાજ;
વિષે વળૂંધ્યો વ્યસની થયો, અખા આત્મ પરિચય ગયો. ૧૮૦