પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
અખો

ક્ત જક્તને વેર સદાય, હરિજના આપ્યું હરિનું ખાય;
દ્રવ્ય હરિ ને હરિ દાતર, વચ્ચે તેતાગરો જીવ વહે ઉપકાર;
એ તો હરિનો શત્રૂકાર, સથાવરા જંગમ પામે આહર;
એમ અજાણે દીધે હરિ ફળે, અખા અહઁકારે આણું વળે. ૧૮૧

પોપું ગાળે અર્થા સરે, મન મૂકી અણચતું ઉભું કરે;
મિથ્યા હું પન માને સત્ય, કર્મ સંઘાથે તેને સત્ય;
પચ્યા વિના બહુ કાચાં મરે, અખા સદ્ગુરુ ના મલ્યો શું સરે. ૧૮૨

શિર ફેરે શિવ જાણ્યા માટ્ય, જીવતે મૃત તે બેઠું નહીં ઘાટ;
કાળ કર્મ તે પિતૃ ગ્રહા દેવ, કેડે થઈ વહેતો અહમેવ;
હરિ અણજાન્યે સવે ખરું, અખા પ્રભુ પ્રીચે પાધરું. ૧૮૩

રિજન હોય તો હીંશી બોલ, રાજ્પુત્ર્ને શી દોલ્ય;
ચાલા મલપતો નહિ ચાસંઘ, ભર્મ કર્મના ભાગ્યા બંધ;
અર્કથકો નાશે અંધકાર, અખા હરિજનને શો સંસાર. ૧૮૪

રિજના જક્તની અળગી દશા, જળચર એકઠા વસ્યા;
અવની ઉપર લાગી લાય, જળચર હોય ત જળમામ જાય;
ભૂચર કાંઇ બીજી પેર, એમ જાણી અખા આદેર્ય. ૧૮૫

રિ હો તો હરિ ઓળખો, વણચાવ્યું બીડું કાં ભખો;
સ્વાદ ન આવે રંગ ન થાય, તેમ ભક્ત ભક્ત કહિ લોકો ગાય;
જ્યાં હું હુવો ત્યાં હરિ તો ખરો, વંદો તેની નિંદા કાં કરો. ૧૮૬

જેમ મચ્છ પ્રત્યે માછી દે દાન , તેમ દમે ભક્ત દુભાય ભગવાન.;
લોક લોભ ઉપાય બહુ કરે, જેમ જમતાં રમતાં સુખા સરે;
તે દેખી ના શકે સંસાર, કરે નિંદા અખા લે શિર ભાર. ૧૮૭

ક્ત તો તે જે પ્રીછી ભજે, ફોતરાં ભાંગે નહીં તાંદુળ તજે;
સર્વાવાસ લહે હરિ મળે, નહીં તો બેઠો કઁકોડી દલે;
એકા સ્વામી સઘળે વિસ્તરો, એમ અખા જાણો તે કરો. ૧૮૮

ટપટને ખટપટવા દે, તું અળગો આવી પ્રીછી લે;
જઁગી ઢોલ ઘણા ગડગડે, ત્યાં ઝીણી વાત કાને નવ પડે;
નિરદાવાના જનને ખોળ, તે અખા બેસાડે બોલ બોલ. ૧૮૯

પાને પોથે લખિયા હરિ, જેમ વેળુમાં ખાંડ વિખરી,
સંતે ખાધી કીડી થઇ, અને વંચકે તો સબુદ્ધિ વહી;
તે માટેતે તેવા રહ્ય, અખા સંગ પારંગત થયા. ૧૯૦